Wednesday, September 28, 2011

Subject: ટેરાની ભાવના

Subject: ટેરાની ભાવના




શ્રીમદ્ ગોકુલનાથજી કૃત – રહસ્યભાવના(સેવાભાવના)
(વ્રજભાષામાંથી ગુજરાતી ભાવાનુવાદ)

ટેરાની ભાવના
મંગલભોગ ધર્યા પછી ટેરો (પડદો)કરવામાં આવે છે.આ ટેરો માયારૂપ છે.માયા પ્રભુની સર્વટવન સામર્થ્યરૂપા શક્તિ છે.તે બે પ્રકારની છેઃ
()અવિદ્યારૂપમાયાજે આપણું મન શ્રીઠાકોરજીની સેવામાં લાગવા દેતી નથી.
()વિદ્યારૂપમાયાજે ભગવદ્ સેવામાં સહાયક છે.શ્રીપ્રભુને ભોગ ધરતાં જે ટેરો કરવામાં આવે છે તે વિદ્યારૂપ માયાનું સ્વરૂપ છે.
શ્રીઠાકોરજીને ભોગ ધરવા સિદ્ધ કરેલ સઘળી સામગ્રી સ્વરૂપાત્મક છે.શ્રીઠાકોરજી આ સર્વ સામગ્રીના ભોગકર્તા છે.વાત્સલ્યભાવમાં દ્રષ્ટિદોષ લાગે નહિ તે ભાવથી નંદાલયમાં શ્રીયશોદાજી લાલનને ભોગ આરોગાવતાં ટેરો કરે છે.રહસ્યલીલામાં શ્રીકુમારિકાજીના ભાવથી શ્રીસ્વામિનીજીના સંગમાં શ્રીઠાકોરજી મંગલભોગ આરોગે છે.આથી આ રહસ્યલીલાને ગુપ્ત રાખવા માયારૂપ ટેરો કરવામાં આવે છે.
શ્રીસ્વામિનીજી સહિત સર્વ વ્રજભક્તોની અધરસુધાનો ભોગ પ્રભુ કરે છે અને પોતાની અધરસુધાનો ભોગ સૌ વ્રજસ્વામિનીજીઓને કરાવે છે તેવો ભાવ પણ શ્રીઠાકોરજીને ધરવામાં આવતા બધા જ ભોગમાં જાણવો.ભોગ આરોગવા માટે સદા એકાંત આવશ્યક હોય છે.આથી વિદ્યારૂપ માયાના ટેરામાં પ્રભુ સૌ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરે છે એવો ભાવ જાણવો.

No comments:

Post a Comment