Subject: ઝારીજી, મંગલભોગની ભાવના
શ્રીમદ્ગોકુલનાથજી કૃત – રહસ્યભાવના(સેવાભાવના)
(વ્રજભાષામાંથીગુજરાતી ભાવાનુવાદ)
ઝારીજીનીભાવના
વાત્સલ્યભાવમાંઝારીજી શ્રીયશોદાજી સ્વરૂપછે.જેમદેહકૃત્ય કરી સ્નાનાદિથીશુદ્ધિ કરવામાં આવે છે તેમઝારીજી પણ નિત્ય માંજીનેસ્વચ્છ કરવા.ત્યારપછીખાસાના શુધ્ધ અને પવિત્ર જળથીભરવા.શ્રીયશોદાજીના સાડીના ભાવથીલાલવસ્ત્ર (નેવરો)વીંટાળીનેશ્રીઠાકોરજીની ડાબી બાજુએધરવા.ઝારીજીનુંજલપાન કરવા માટેની નળીશ્રીયશોદાજીના સ્તનરૂપ છે.વાત્સલ્યભાવમાંશ્રીયશોદાજી શ્રીપ્રભુનેસ્તનપાન કરાવે છે એવો ભાવઝારીજીના સ્વરૂપમાં બિરાજેછે.શ્રીયમુનાજીનાભાવરૂપ પણ છે.વળીનંદાલયમાં ઝારીજી શ્રીકુમારિકાજીનાભાવરૂપે છે.આચારે ભાવમાં ઝારીજીમાંપધરાવવામાં આવતું જળ શ્રીયમુનાજીનાસ્નેહરસનું સ્વરૂપ છે અનેઉપર વીંટેલું લાલ વસ્ત્રશ્રીયમુનાજીના ભાવરુપ છે.ઝારીજીભરતાં મનમાં શ્રીયમુનાષ્ટકનોપાઠ કરવો.
મંગલભોગનીભાવના
પ્રથમએક કટોરીમાં કેસર,બરાસ,એલચીવગેરે સુગંધી દ્રવ્યો અનેબદામ,પિસ્તાવગેરે મેવા તથા મિસરીથી ઉકાળેલુંપરંતુ સોહાતું દુધ સિદ્ધકરવું.દૂધશ્રીસ્વામિનીજીના ભાવરૂપછે.બીજીકટોરીમાં દહીં ધરવું,દહીંશ્રીચંદ્રાવલીજીના ભાવરૂપછે.મિસરીશ્રીસ્વામિનીજીના હ્રદયનારસરૂપ છે.વિવિધકટોરીમાં મલાઈ,માખણ,પીસેલીસાકર,સંધાનું,બાલભોગનોમગસનો લાડુ,ઋતુઅનુસાર લીલો મેવો (ફળફળાદિ)ધરવા.દૂધઘરનીજુદી જુદી સામગ્રી વિવિધવ્રજભક્તોના ભાવરૂપ સિદ્ધકરીને મંગલભોગની તૈયારી કરવી.આમવિવિધ સામગ્રીરૂપે શ્રીપ્રભુસૌ વ્રજભક્તોના રાત્રિનાવિરહતાપને નિવૃત્ત કરી મનોરથપૂર્ણ કરે છે.
No comments:
Post a Comment