વંદન કરુ કેશવ કલ્યાણ, શ્રીનાથ વીના ઉદ્ધાર નહી 2
તમે વૈષ્ણવ પર કૃપા કરી, શ્રીનાથ વીના બૅડૉ પાર નહી
મારા મુખ માં આપનુ નામ હજો, મારા હાથ માં આપનુ કામ હજો
મને હરિ ના ભજન માં રંગ હજો, મને વૈષ્ણવ નો સત્સઁગ હજો
મારી સુરતા માં હો શ્યામ સદા, મને પલ પલ પ્રભુ દીદાર હજો
વંદન કરુ કેશવ કલ્યાણ, શ્રીનાથ વીનાઉદ્ધાર નહી ૨
મને પ્રાણ થકી વૈષ્ણવ વહાલા , મારા મનડે મોહન મતવાળા
ચરણે લીયો ને શ્રીજીબાવા , શ્રીનાથ મેવાડી મહારાજા
શુભ મંગલ હો શુભ મંગલ હો ,સદભાવ સદા સહાય રહો
વંદન કરુ કેશવ કલ્યાણ શ્રીનાથ વીનાઉદ્ધાર નહી ૨
હરિ ની હવેલી રૂડી તો લાગે, ધોળ કિર્તન ની રમઝટ વાગે
પૂષ્ટી નો મારગ પાવન હો , ભક્તિ ને મારગ માનવ હો
તારો સેવક નીસ દિન ગુણ ગાઍ, દર્શન દેજો શ્રીનાથજી
વંદન કરુ કેશવ કલ્યાણ શ્રીનાથ વીના ઉદ્ધાર નહી 2
તમે વૈષ્ણવ પર કૃપા કરી શ્રીનાથ વીના બૅડૉ પાર નહી
RAAG:BABUL KI DUAAE
Chandresh Shah
704-763-3058
No comments:
Post a Comment